જીવતી સળગાવી દેવાની- પુલથી નીચે નાખી દેવાની- વીમાવાળી ગાડી માથે ચડાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ
વાંકાનેર: અહીંની દેલવાડીયાના દવાખાના પાસે રહેતા એક મહિલાએ તેના જેઠ-જેઠાણી સામે ભરણપોષણના કરેલ કેસમાંથી નામ કાઢી નાખવા મારવા દોડયાની અને ધમકી આપ્યાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
વાંકાનેરના નવાપરામાં દેલવાડીયાના દવાખાના પાસે દેવીપૂજક વાસમાં રહેતા ઉમાબેન મેહુલભાઈ મનુભાઈ ગોઢકીયા જાતે દેવીપૂજક (ઉ.વ.૨૯) એ ફરિયાદ કરી છે કે તેમના લગ્નને પાંચ વર્ષ થયેલ છે- સંતાન નથી. ગઈ તા.૦૮/૧૨/૨૦૨૩ના સવારના પોતે ધરેથી ગામમા જતા રસ્તામાં એમના જેઠ સુરેશભાઈ મનુભાઈ ગોઠકીયા કહેવા લાગેલ કે ભરણપોષણનો કેશ પાછો લઇ લે જે, મારુ નામ કેશમાંથી કાઢી નાખજે, નહી તો જાનથી મારી નાખીશ; જીવતી સળગાવી દઈશ; પુલથી નીચે નાખે દઇશ; વીમાવાળી ગાડી માથે ચડાવી દઈશ; કેશ કરી કોર્ટે મને શુ કરી લીધુ? મારી નાખીશ તો કોઈ મને કાઈ નહીં કરી લે.
ફરિયાદમાં લખાવ્યા મુજબ સુરેશભાઈ મનુભાઈને વાંકાનેર કોર્ટે સજા કરી હોવા છતા જાનથી મારી નાખવા દોડે છે. જેઠાણી દક્ષા ભુંડી ગાળો બોલી મારી પાછળ મને મારકુટ કરવા દોડેલા. અને ૧૦૦ નંબર ઉપર જાણ કરેલી. પોલીસ ખાતાએ આ ફરિયાદ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે.
દારૂ અંગેના ગુન્હા
અરણીટીંબા ગામના પાટિયા પાસે હરખણી તળાવ જવાના રસ્તે ખરાબામાં રહેતા કાજલબેન હરેશભાઇ જખાણીયા પાસેથી 20 કોથળીઓ દેશી દારૂ મળી આવતા મજકુર આરોપી મહિલા હોઈ અને મહિલા પોલીસ કર્મચારી ન હોય અટક કરવાનું બાકી છે.
ઢુવા વરમોરા કારખાનાની બાજુમાં ખરાબામાં રહેતા હેતલબેન રાયધન સાડમિયા પાસેથી 40 કોથળી, રાતાવીરડાના વિક્રમ ઉર્ફે સંજય દેવજીભાઈ ઉકેડીયા પાસેથી 25 કોથળીઓ અને સરતાનપરના પ્રવીણ દેવજીભાઈ સરાવાડીયા પાસેથી 20 કોથળી દેશી દારૂ મળી આવતા કાયદેસર કાર્યવાહી.
નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે રહેતા કૌશિક ઉર્ફે કવલો હેમુભાઈ કૂણપરા અને સીટી સ્ટેશન રોડ પર રહેતા મહમદરફીક કુરબાનઅલી રફાઈને પોલીસખાતાએ પીધેલ પકડ્યા છે