વેલ્ડિંગના ધંધાર્થીનું હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટ: વાંકાનેરના જેતપરડા ગામે રહેતા અને વાંકાનેર ટોલનાકાથી ચોટીલા સુધી ઇકોમાં મુસાફરના ફેરા કરી ગુજરાન ચલાવતા એક શખ્સ પર છરીથી હુમલો થયાનો બનાવ બન્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાતે સાડા બારેક વાગ્યે વાંકાનેર ટોલનાકા પાસે બાબુ મોનભાઇ સરૈયા (ઉ.વ.૨૫) નામના યુવાન પર હતો ત્યારે ફૈઝલ, અલ્તાફ સહિતનાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ છરીથી હુમલો કરી માથા, વાંસા, પડખામાં ઘા ઝીંકી દેતાં
સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
બાબુ ઉર્ફ વીભા સરૈયા ઘણા સમયથી ઇકોના ફેરા કરે છે અને તેની ગાડી વાંકાનેર-ચોટીલા પાટે ચાલે છે. તેના સગાના કહેવા મુજબ સામેના શખ્સો ફૈઝલ, અલ્તાફ પણ આ પાટે ઇકોના ફેરા કરતાં હોઇ મુસાફરો ભરવા મામલે ડખ્ખો કરી છરીના ઘા ઝીંક્યા હતાં.
અગાઉ પણ એક વખત આ શખ્સોએ માથાકુટ કરી હોવાનું જણાવાયું હતું.
વેલ્ડિંગના ધંધાર્થીનું હાર્ટએટેકથી મૃત્યુ
વાંકાનેર : જાણવા મળ્યા મુજબ મીલ પ્લોટમાં રહેતા શંકરભાઇ લક્ષ્મણભાઇ કુંમખાણીયા ઉવ.૪૦ની વેલ્ડીંગની દુકાન જડેશ્વર ચેમ્બરમાં આવેલી છે ત્યારે ગઈકાલ તા.૦૯/૦૪ના રોજ બપોરના સમયે શંકરભાઈ પોતાની દુકાનમાં વેલ્ડીંગનું કામ કરતા હોય ત્યારે અચાનક
તેમને જોરદાર હૃદયરોગનો હુમલો આવતા તેઓ ત્યાં ઢળી પડતા શંકરભાઈને સારવારમાં સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેઓને જોઈ તપાસી મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવની અકસ્માતે મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો