વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતી એક યુવતી કેમિકલ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતી અવનીબેન હિતેશભાઈ દલસાણીયા (25) નામની મહિલા ઘરે કોઈ કારણોસર ટર્પેન્ટાઈન પી જતાં સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલએ લાવવામાં આવી હતી. મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી.