નવા જાંબુડીયાના બે શખ્સોની ધરપકડ
વાંકાનેર: જીનપરામાં રહેતા એક કોળી શખ્સનું કોઈ કારણોસર સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ શહેર નજીક ચંદ્રપુર બસ સ્ટેશન
પાસેથી મહેશ ઉર્ફે મયલો બાબુભાઈ જખવાડિયા જાતે કોળી (૪૫) રહે. વાંકાનેર જીનપરા શેરી નં-૧૨ વાળાને 108 મારફતે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે
સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન કોઈ પણ કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
નવા જાંબુડીયાના બે શખ્સોની ધરપકડ
હળવદની મોરબી ચોકડી પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૩૩૦ પસાર થતી હતી જેને રોકવામાં આવી ત્યારે તેમાંથી સાત નંગ ઘેટા મળી આવતા ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતના અબોલ જીવને રિક્ષામાં બેઠેલ જીતુભાઈ સલાટ અને રાજુભાઈ સલાટ છેલાભાઈ ભરવાડ પાસેથી ખરીદી કરીને ઇસ્માઈલભાઈ ખાટકીને વેચાણ કરવા માટે જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને
આ બનાવ સંદર્ભે કિરણકુમાર પંડ્યાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જીતુભાઈ દેવાભાઈ સલાટ (૩૯) તથા રાજુભાઈ દેવાભાઈ સલાટ (૪૧) રહે. બંને નવા જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને છેલાભાઈ ભરવાડ રહે. કોપરણી તાલુકો ધાંગધ્રા તેમજ ઈસ્માઈલભાઈ મુસાભાઈ ખાટકી રહે. મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તે બંનેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો