મોરબી જિલ્લામાં સતત નાગરિકોની રક્ષા માટે ખડેપગે ફરજ બજાવતા પોલીસકર્મીઓની કામગીરીની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસના આવા જ એક ફરજનિષ્ઠ પોલીસકર્મી જીતુભાઇ કે. અઘારાની કાબિલેદાદ કામગીરી અને ફરજ નિષ્ઠાને ધ્યાને લઈને તેમને મોરબી જિલ્લામાં ASI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.



આ તકે વાંકાનેર પોલીસ મથકના PSI વી. આર. સોનારા અને પોલીસ પરિવાર દ્વારા તેમને સ્ટાર પહેરાવી અભિનંદન પાઠવામાં આવ્યા હતા. આ પ્રમોશનના પગલે પોલીસબેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.