વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણીની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. તેમને જલદી સ્વસ્થતા પ્રાપ્ત થાય તે માટે શુભેચ્છકો શુભકામનાઓ આપી રહ્યા છે …


સૌરાષ્ટ્રની સુવિખ્યાત સિનર્જી હોસ્પિટલમાં જાણીતા કાર્ડીયો વાસ્કયુલર સર્જન ડો. વિશાલ પોપટાણીએ સફળ એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન કર્યુ હતું. શ્રી જીતુભાઇની તબિયત હવે ખૂબ જ સારી છે અને ડોકટરની સલાહ મુજબ આરામ લઇ રહ્યા છે. સીનર્જી હોસ્પિટલના જાણીતા ફીઝીશ્યન ડો. જયેશભાઇ ડોબરીયા, ડો. મિલાપભાઇ મશરૂ અને ડોકટરોની ટીમે સતત કાળજી લીધી હતી…