મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ
તા. 30/9/2025 સુધીમાં જરૂરી આધારો વોટ્સઅપથી કે રૂબરૂ ટ્રસ્ટની ઓફિસે મોકલી આપવા અપીલ
વાંકાનેર: દરેક દેશના વિકાસમાં શિક્ષણનું યોગદાન ખુબજ મહત્વનું છે. મૂળ વાંકાનેરના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા મોમીન સમાજના લોકોએ ખેતીમાં સખત મહેનત કરી શિક્ષણ, ધંધા/ વ્યવસાયમાં ખુબ રસ/ રુચિ દાખવી ભારત દેશના વિકાસમાં અવિરત ફાળો આપવાનું કામ કરેલ છે. 
મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોમીન સમાજના પોતાની સખત મહેનતથી કાયમી ધોરણે સરકારી/ગ્રાન્ટેડમાં નોકરી મેળવનાર તથા વિશિષ્ટ પદવી મેળવનાર ભાઈઓ/ બહેનોને સન્માન કરવાની પહેલ કરવાનું નક્કી કરેલ છે માટે નીચે જણાવેલ પાત્રતા ધરાવતા મોમીન સમાજના ભાઈઓ- બહેનો અરજી મોકલી સહકાર આપશો.
1) તા. 1/1/2024 થી 30/9/2025 સુધીમાં કાયમી સરકારી કે ગ્રાન્ટેડ નોકરી મેળવી હોય.
2) તા. 1/1/2024 થી 30/9/2025 સુધીમાં MBBS/ MD, PHD, CA, નોટરીની પદવી મેળવી હોય.
3) તા. 1/1/2025 થી 30/9/2025 સુધી માં BDS, BAMS, BHMS, BVSC, BPT, BE (એન્જીનીયર)ની પદવી મેળવી હોય. (તા. 30/9/25 પહેલા છેલ્લા એક વર્ષના પદવી ધારકો)
અરજી : ઉપરોક્ત મોમીન ભાઈઓ/ બહેનો તા. 30/9/2025 સુધીમાં પોતાના જરૂરી આધારો વોટ્સઅપથી કે રૂબરૂ ટ્રસ્ટની ઓફિસે મોકલી આપશો.
સન્માન કાર્યક્રમ સ્થળ/ સમય: રાતી દેવરી બાયપાસ, પેટ્રોલ પંપ સામે, રાતી દેવરી.
તા. 20/10/2025, સોમવાર, સવારે 8:30 કલાકે
આયોજક
મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ – વાંકાનેર
ઓફિસ : અંજની પ્લાઝા, આયશા હોસ્પિટલ નીચે ચંદ્રપુર.
મો. 79845 57597 (સવારે 10 થી 4)
