વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વાડીએ ખાટલામાં સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતા સારવાર માટે વાકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.


વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી ઉ.55 પોતાની વાડીએ ખાટલામાં સુતા બાદ કઈ બોલતા ચાલતા ન હોય બેભાન બની જતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

હથિયાર સાથે:
નવાપરા જીઆઇડીસી પુલના છેડે રહેતા ભરત ગોવિંદભાઇ થારૂકીયા પાસેથી ત્રણ ફૂટથી મોટો લોખન્ડનો પાઇપ મળી આવતા હથિયારધારા જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી
પીધેલ:
(1) જીનપરા શેરી નં 12 માં રહેતા મનસુખ આંબાભાઈ બારૈયા (2) નવાપરા શેરી નં 2 વિશ્વકર્મા લેથ પાસે રહેતા સંજય વિનોદભાઈ વિંઝવાડિયા (3) નવાપરા સો વારિયા પ્લોટમાં રહેતા હરેશ કાનાભાઇ સારલા (4) કુંભારપરા શેરી નં 5 માં રહેતા આરીફશા હુસેનશા મોવર (5) કુંભારપરાના ફિરોજ અબ્બાસભાઈ કાજી (6) કુંભારપરા ચોક પાસે રોડ પર રહેતા નલિન હરિભાઈ મેર પીધેલ પકડાતા પોલીસ કાર્યવાહી
ટ્રાફિક નિયમના ભંગ:
(1) મિલ પ્લોટના પીતાંબર ત્રિકમભાઇ દલસાણિયા (2) રામચોક મિનારા શેરીમાં રહેતા હિતેશ દિલીપભાઈ ચૌહાણ (3) તીથવા ધાર પર રહેતા વિરમ સુખાભાઈ બાંભવા (4) મિલ પ્લોટ શેરી નં 4 માં રહેતા નિલેશ પિતાંબરભાઈ સોલંકી (5) જાલસીકાના પ્રવીણ ધીરુભાઈ કાટોડિયા (6) વાંકાનેર નવાપરાના નિલેશ નાનુભાઈ માત્રાણીયા (7) ઢુવાના લખમણ રાઘવભાઈ સરૈયા (8) ગારિયાના કિશોર પોપટભાઈ સરવૈયા (8) વાંકાનેર ખડીપરાના સુનિલ રમેશભાઈ ચારોલિયા (9) મકતાનપરના સવાભાઈ ભગવાનભાઇ રાણેવાડિયા (10) સમથેરવાના જયસુખ કુકાભાઈ સેટાણીયા (11) મકનસરના રણજીત ભાણજીભાઇ દેગામા (12) જીનપરાના કાનજી રમેશભાઈ અઘારા (13) આંબેડકરનગરના નવનીત બેચરભાઈ મકવાણા (14) વાંકાનેર પચીસ વારિયામાં રહેતા કાદર ઉંમરભાઈ આંબલીયા અને (15) ખીજડિયાના પરેશ પોલાભાઈ ફાંગલીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

