કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

નાથજી ઈમ્પેક્ષ ભાગીદારી પેઢીની માલીકીની જમીન

વાંકાનેરની રૂા. ૩,૮૩,૬૨,૦૦૦/- જેવી કિંમતી બિનખેડવાણ જમીનના સ્પે. દિવાની દાવામાં દાવાવાળી મિલ્કતનો વાદીને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપવો તેમજ કબજો સોંપી આપવાનો દાવો મંજુર કરતો વાંકાનેરની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો હતો.
આ કેસની હકીકત એવી કે વાંકાનેર તાલુકાના ગામ વાંકાનેર ના (૧) રેવન્યું સર્વે નં. ૧૧ તથા રેવન્યું સર્વે નં. ૧૩/૧ તથા રેવન્યું સર્વે નં. ૧૩/૨ તેમ મળી ને કુલ જમીન ઔધોગીક હેતુ માટે બિનખેડવાણ થયેલ જમીન ચો.મી.આ. ૨૧,૬૫૧-૦૦ તથા (૨) રેવન્યું સર્વે નં. ૧૪ વાળી ઔધોગીક હેતુ માટે બિનખેડવાણ થયેલ જમીન ચો.મી.આ. ૬૯૮૧-૦૦ આમ બિનખેડવાણ થયેલ કુલ જમીન ચો.મી.આ. ૨૮,૬૩૨-૦૦ વાળી ખુલ્લી જમીન મે. શ્રી નાથજી ઈમ્પેક્ષ ભાગીદારી પેઢીની માલીકીની અને કબજા ભોગવટાની આવેલ હતી. આ જમીન મે. શ્રી નાથજી ઈમ્પેક્ષ ભાગીદારી પેઢીએ વેચાણ કરવાની હોવાથી ખરીદનારા જયંતિલાલ સામતભાઈ તેરૈયા વિગેરે સાથે વેચાણ કરવા સોદો નકકી થયેલ હતો.
વેચનાર મે. શ્રી નાથજી ઈમ્પેક્ષ ભાગીદારી પેઢીના ભાગીદારો તથા ખરીદનાર જયંતિલાલ સામતભાઈ તેરૈયા વિગેરેને સદરહું સ્થાવર મિલ્કતની વેચાણ કિંમત રૂા. ૩,૮૩,૬૨,૦૦૦/- નકકી થયા મુજબ ખરીદનારે સુથી પેટે કુલ રકમ રૂા. ૨,૫૦,૦0,000/- પુરા, બેંક દ્વારા આર.ટી.જી.એસ. થી વેચનારને ચુકવી આપી રજીસ્ટર્ડ સાટાખત કરાર અનું. નં. ૩૫૮ તા. ૨૮/૦૧/૨૦૨૧ ના રોજ વેચનારે સબ રજીસ્ટર ઓફીસ, વાંકાનેરમાં ખરીદનાર જોગ કરી આપેલ હતો રજીસ્ટર્ડ સાટાખત કરારમાં એવી શરત કરવામાં આવેલ કે સદરહું તમોને વેચાણ આપવા નકકી કરેલ મિલ્કતનો રજી. વેચાણ દસ્તાવેજ અમારે તમોને તમારા તરફથી બાકી રહેતી અવેજની રકમ આજથી ૬૦ દિવસમાં અમો વેચનારને મળ્યે તમો ખરીદનારના નામનો વેચનારે કરી આપવાનો છે. અને આ વેચાણ દસ્તાવેજ વખતે સદરહું મિલ્કતનો શાંત, નિર્ભય, બિનતકરારી કબ્જો તમો ખરીદનારને અમો વેચનારે સોંપી આપવાનો છે જેમાં અમો વેચનારે કોઈપણ જાતનો વાંધો, તકરાર ઉઠાવવાના નથી. આમ આ સાટાખતમાં કરાર પાલન માટે સમય મર્યાદા નકકી કરવામાં આવેલ હતી. જેથી કરારમાં સમય એ મહત્વનું પરીબળ હતુ.
ખરીદનારાઓ તરફથી સદરહું સ્થાવર મિલ્કતની બાકી રહેતી અવેજની રકમ ૧,૩૩,૬૨,૦૦૦/- બેંક દ્વારા આર.ટી.જી.એસ. થી વેચનારને ચુકવી આપેલ હતી. તેમજ સાટાખત કરારનો સમય પુરો થયા પહેલા ખરીદનારા તરફથી વેચનારને અવેજની સંપૂર્ણ રકમ વેચનારને મળી ગયલ હતી. ખરીદનારા કરારની શરતોનું પાલન કરવા તૈયાર હતા. પરંતુ વેચનાર સાટાખતની કરારની શરતોનો ભંગ કરી કરારનું પાલન કરેલ ન હોય, કરારના વિશિષ્ટ પાલનનું હુકમનામું મેળવવા ખરીદનારા હકકદાર હતા. આ કરાર સ્થાવર મિલ્કતનો હોય તેનું પાલન કરવા વેચનાર કાયદાથી બંધાયેલ છે
ખરીદનાર સાટાખત કરારની શરત મુજબ વેચનારને આ દાવાવાળી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ કરી આપવા જણાવેલ, પરંતુ વેચનાર કરારની શરતોમાંથી ફરી જવા માંગતા હતા. વેચનારે ખરીદનાર નામનો વેચાણ દસ્તાવેજ કરી આપવા માંગતા ન હતા. તેથી અમો ખરીદનારે તેમના એડવોકેટ મારફતે વેચનાર પેઢીને તથા તમામ ભાગીદારોને લીગલ નોટીસ પાઠવીને અમો ખરીદનાર જોગ રજી. વેચાણ દસ્તાવેજ કરી આપવા જણાવેલ, નોટીસ બજી ગયેલ હોવા છતા નોટીસનો જવાબ પણ આપેલ નહિ. વેચનારાએ કરારનું પાલન ન કરવું પડે અને કરાર બીનફળદાયી બની રહે તે માટે થઈને અનેક પ્રયત્નો કરી રહ્યા હોય તેવા કારણોસર ખરીદનારે વાંકાનેરની અદાલતમાં કરારના વિશિષ્ટ પાલન દાવો દાખલ કરેલ હતો. વેચનારાઓને સમન્સ બજતા કોર્ટેમાં હાજર થઈ વાંધાઓ રજુ કરેલ, અને વાદીના એડવોકેટ ચેતનભાઈ એન. આસોદરીયાએ અદાલતમાં દાવા અરજીને અનુલક્ષીને જણાવેલ કે ખરીદનાર વાદી અદાલતમાં કરાર પાલનનો દાવા લઈને આવેલ છે. વાદીએ કરારનું પાલન કરેલ છે. પ્રતિવાદીએ કરારનું પાલન કરેલ નથી. તમામ દસ્તાવેજી પુરાવાઓ અને જુબાનીઓ તથા અદાલતમાં વાદીના એડવોકટેશ્રી એ કરેલ દલીલો ધ્યાને લઈ પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજની કોર્ટ વાંકાનેરના જજશ્રી દ્વારા વાદી તરફે ચુકાદો આપી વાદીનો દાવો મંજુર કરીને આખરી હુકમમાં જણાવેલ કે ખરીદનારે જોગ વેચનાર પેઢીએ દાવાવાળી મિલ્કતનો વાદીને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપવો તેમજ કબજો સોંપી આપવાનો હુકમ કરેલ છે.
આ દાવામાં વાદી જયંતિલાલ સામતભાઈ તેરૈયા વિગેરે વતી સીનીયર એડવોકેટ શ્રી ચેતન એન. આસોદરીયા તથા જેમીશ આર. કાકડીયા, નિલેષ એલ. ઠાકર, મીત સરવૈયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!