10 વર્ષથી ફરાર આરોપી પકડાયો

વાંકાનેર : ગઈ કાલે અહીંના પાતાળીયા પુલ પરથી એક યુવકે અચાનક નીચે છલાંગ લગાવી હતી.


જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.


મળેલી માહિતી મુજબ ગાયત્રી મંદિર પાસે રહેતો યુવાન મુનાભાઈ સલાટ આજ રોજ પતાળીયાએ પુલ પરથી નીચે ઝંપલાવ્યું હતું. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ગણતરીની મિનિટમાં જ 108 ના પાયલોટ રાજદિપસિંહ જાડેજા અને ઈએમટી સાગરભાઈ મેર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને વાંકાનેર હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે યુવકને ખસેડવામાં આવ્યો હતો. બનાવનું કારણ જાણવા મળેલ નથી
10 વર્ષથી ફરાર આરોપી પકડાયો

વાંકાનેર સીટી પોલીસ મથકમાં વર્ષ 2014 માં નોંધાયેલ પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવાના કેસમાં છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો આરોપી ઈર્શાદ ઉર્ફે બમ્બૈયા ઇલ્યાસભાઈ શેખ રહે.જુહાપુરા, અમદાવાદ વાળો હાલમાં મુંબઈ ખાતે હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળતા આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકને હવાલે કર્યો હતો.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

