કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તાલુકામાં જુન માસ મેલેરીયા માસ તરીકે ઉજવણી

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર દ્રારા આયોજન

રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવા અપીલ

વાંકાનેર: આરોગ્ય વિભાગ દ્રારા જુન માસને મેલેરીયા માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અઘીકારી ડો. પી.કે.વાસ્તવ સાહેબ, જીલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો વિપુલ કારોલીયા સાહેબની સુચના પ્રમાણે અને તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના નવ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હેઠળ ગામવાર ટીંમ બનાવી મેલેરીયા, ડેન્ગયુ, ચીકુનગુનીયા જેવા વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાઓ લેવામાં આવી રહેલ છે. તે અંતર્ગત ઘરે-ઘરે ફરી એન્ટીલાર્વલ કામગીરી નકામા પાત્રોનો નીકાલ, ગામની બહાર ભરાય રહેતા પાણીમાં ડાયફલુરોબેન્જોઇન દવાનો છંટકાવ, બળેલ ઓઇલથી સારવાર, ગપપી ફીસ મુકવાની કામગીરી કરવામાં આવી રહેલ છે.

લોકોમાં મેલેરીયા, ડેન્ગયુ, ચીકુનગુનીયા જેવા રોગો અટકાયતી જનજાગૃતી માટે પત્રીકા વિતરણ, મચ્છરના પોરા નિદર્શન, શાળામાં આરોગ્ય શિક્ષણ તથા ઘરે પાણી ભરવાના પાત્રો હવાચુસ્ત કપડાથી ઢાકી રાખવા, પક્ષીકુંડ ઘસીને સાફ કરવા, નકામા પાણી ભરાય રહેતા પાત્રોનો નીકાલ વગેરે બાબતો આવરી લેવામાં આવી રહેલ છે…ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

વધુમાં THO સાહેબ વાંકાનેર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ઘરની આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને મચ્છરજન્ય રોગોને ડામવા મદદરુપ થવા જણાવાયું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!