વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ
વાંકાનેર: ગઇકાલે વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં વીજળી પણ પડી હતી જેમાં હળવદ તાલુકાનાં જોગડ ગામ પાસે આવેલ શક્તિપરા
નજીક વાડી વિસ્તારમાં વીજળી પડી હતી જેથી કરીને અનિલભાઈ અર્જુનસિંહ નાઇક (22) નામના યુવાનનું મોત નીપજયું હતું અને
સ્થાનિક લોકો પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાનના એક સપ્તાહ પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા અને દંપતી રોજગાર માટે
હળવદ તાલુકાનાં જોગડ ગામે આવ્યું હતું અને આકાશી વીજળી પડતાં યુવાનનું મોત નીપજયું છે. તો હળવદ તાલુકાનાં ચીત્રોડી ગામે આકાશી વીજળી પાડવાના લીધે એક ભેંસનું મોત નીપજયું હતું.
વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ છે.