હડમતીયા ગામે વાડીમાં કૂવામાં પડી જવાથી મહિલાનું મોત
રાજકોટ: લાંચના ગુન્હામાં કાગદડીના તલાટી શન્ની પંજવાણીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. દોઢ માસથી વધુ સમયથી આ આરોપી જેલમાં છે ત્યારે જામીન અરજી રદ થતા આરોપીનો જેલવાસ લંબાયો છે. તાજેતરમાં આરોપી શન્ની દિપક પંજવાણી (રહે.શ્રીનગર સોસાયટી, સહકારનગર મેઈન રોડ, રાજકોટ)એ પોતાની સામે નોંધાયેલ લાંચના કેસમાં રેગ્યુલર જામીન અરજી કરતા સેશન્સ કોર્ટે તેની અરજી ફગાવી દીધેલ છે…બનાવની ટુંક હકીકત એવી છે કે, ફરીયાદીએ પોતાના બનેવી અને પત્નીના નામે રહેલા પ્લોટો ખરીદ કરેલ ત્યારથી વેરો ભરવાનો બાકી હોય અને આ બંનેના નામે કાગદડી ગામે લીધેલ પ્લોટોની ગામ નમુના નંબર-2 માં નોંધો પાડી આપવાના કામમાં આરોપી તલાટી મંત્રી એ
લાંચ પેટે રૂ. 2500 ની માંગણી કરી હતી. આ બાબતની જાણ એ.સી.બી.ને કરવામાં આવેલી અને આરોપી રાજય સેવક હોય એટલે કે તલાટી કમ મંત્રી, કાગદડી ગ્રામ પંચાયત વર્ગ-3 ના કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય અને લાંચની માંગણી કરતા હોય છટકુ ગોઠવવામાં આવેલુ અને આરોપીને રંગે હાથ ઝડપી લેવામાં આવેલ હતા…
આરોપીને જેલ હવાલે કરેલ. જેલમાંથી તલાટી મંત્રી શન્નીએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી કોર્ટમાં ચાલતા સરકારી વકીલ મહેશકુમાર જોશીએ એવી રજુઆત કરી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. તેને લાંચની રકમ હાથો હાથ સ્વીકારીને ખીસ્સામાં મુકેલ છે. જે મહત્વની બાબત છે. ચલણી નોટ પર પાઉડરની હાજરી મળેલ છે…
આરોપીના હાથ અને પેન્ટના ખીસ્સામાં અને મોબાઈલ ફોન પર ફીનોક થેલીની પાઉંડરની હાજરી મળેલ છે. તર્કબધ્ધ દલીલો ધ્યાને લઈ અધિક સત્ર ન્યાયાધિશ વી.એ.રાણાએ આરોપીની જામીન અરજી રદ કરેલી છે. જે કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. મહેશભાઈ જોષી રોકાયેલ હતા.
હડમતીયા ગામે વાડીમાં કૂવામાં પડી જવાથી મહિલાનું મોત
ટંકારા: તાલુકાના હડમતીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની મહિલા કૂવામાંથી પાણી ભરતા સમયે પગ લપસતા કૂવામાં પડી હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી તે મહિલાનું મોત નીપજયું હતું…ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં મનસુખભાઈ સીતાપરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મુન્નાભાઈ બારેલાના પત્ની ફીરકીબેન મુન્નાભાઈ બારેલા (19) વાડીએ હતા ત્યારે ગઈકાલે સવારે કૂવામાંથી પાણી ભરતા હતા ત્યારે પગ લપસવાના કારણે તેઓ કુવામાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજયું હતુ. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને બે માસનો એક દીકરો છે જો કે, અકસ્માતના આ બનાવના કારણે માસુમ બાળકે માતાની છત્રછાયા ગુમાવેલ છે…