વાંકાનેરવાસીનો ફોન ઇકકો ગાડીમાં ભૂલાઇ – પડી ગયેલ
જામનગર : કાલાવાડમાં બસ સ્ટેન્ડ ચોક પાસે દેવેન્દ્રભાઇ નરેન્દ્રભાઇ મહેતા ઉ.વ.ર૦ ધંધો કર્મકાંડ-રહે. વાંકાનેરવાળા પોલીસ ચોકીએ આવેલ
અને તેઓનો ફોન ઇકકો ગાડીમાં ભૂલાઇ – પડી ગયેલની હકિકત જણાવતા તાત્કાલીક પગલા લઇ સીસીટીવી દ્વારા ઇકકો ગાડીના નંબર મેળવી ઇકકો ગાડીના ડ્રાઇવરનો સંપર્ક કરેલ.
અને ભોગ બનનાર દેવેન્દ્રભાઇનો પડી ગયેલ વનપ્લસ કંપનીનો સીર લાઇટ કિ. રૂા. રર,૦૦૦ વાળો મોબાઇલ ફોન પરત સોંપી આપીને ગુજરાત પોલીસના સેવા, સુરક્ષા, શાંતિના ધ્યેય વાકયને કાલાવડ ટાઉન પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એચ. બી. વડાવીયા, પો. હેડ કો. જીતેનભાઇ પાગડાર તથા પો. કો. હાર્દીકપરી ગોસાઇ તથા અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા સાર્થક કરવામાં આવેલ છે.