વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના મૂળ વતની અને રાજકોટ શહેરમાં પોતાને કલ્કી અવતાર ગણાવતા અને અવારનવાર વિવાદોમાં રહેતા રમેશચંદ્ર હરજીભાઈ ફેફર સામે ફરિયાદ નોંધાઈ હતી.


રમેશચંદ્રએ ભૂદેવો ઉપરાંત ભગવાન પરશુરામ વિશે પણ ટિપ્પણી કરી હતી. જેને કારણે બ્રહ્મસમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ સમગ્ર મામલે કોઠારીયા રોડ નજીકનાં વિસ્તારમાં રહેતા સની નવીનભાઈ જાનીએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


જેમાં આરોપીએ પત્રકાર પરીષદમાં બ્રહ્મસમાજ તેમજ ભગવાન પરશુરામ વિશે અભદ્ર ટીપ્પણી કરી લાગણી દુભાવી હોવાનો એટલું જ નહીં ધમકી પણ આપ્યાનો આરોપ લગાવતા પોલીસે આરોપી રમેશચંદ્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
