લજાઈ ગામે ધોકા વડે માર માર્યો
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા આનંદ મૂળજીભાઈ પરમાર (32) નામના યુવાનને તે તેના ઘરે હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર
માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા
પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ
ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે
લજાઈ ગામે ધોકા વડે માર માર્યો
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા પ્રકાશ દેવજીભાઈ મકવાણા (35) નામના યુવાનને ગામના સ્મશાન પાસે ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની
હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે