સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવારના
વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે બાવળાવદરમાં આવેલ દરગાહ શરીફ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુસ્લિમ ચાંદ ૧૩ જીલકાદ તારીખ: ૨૨-૫-૨૦૨૪, બુધવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે.
મિલાદ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે ૧૦:૦૦ વાગ્યે અને સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે રહેશે.
જયારે આમ ન્યાઝ તારીખ ૨૨-૫-૨૦૨૪, બુધવાર બપોરે ૧૨:૩૦ વાગ્યે અને ગુલઝાર નાઝા કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ તા.૨૨-૫-૨૦૨૪ બુધવાર રાત્રે ૧૦:૦૦ વાગ્યે રહેશે. આથી સર્વે હિન્દુ મુસ્લીમ ભાઈઓને પધારવા જાહેર આમંત્રણ છે.