કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કાનપર પ્રા. શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી

વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ વનની મુલાકાત લઇ, વનનું માનવ જીવનમાં શું મહત્વ રહ્યું છે તેની સમજ મેળવી.

“વન દ્વારા વરસાદ” એ થીમ ઉપર વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કર્યું. “વૃક્ષ મારો મિત્ર” ” વૃક્ષ છે તો જન છે” વગેરે બાબતોની સમજ આપતા નાટકો રજૂ કરવામાં આવ્યા.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

વનમાં વૃક્ષોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી મૂળ, થડ, ડાળ, પાંદ, પ્રકાંડ, પુષ્પદંડ, ફળ વગેરે જેવી બાબતોની વિજ્ઞાનના શિક્ષકે બાળકોને સમજ આપી.


સમગ્ર માનવજાત માટે વનનું અને વૃક્ષનું જે મહત્વ છે તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. આમ આજે “વિશ્વ વન દિવસ” નિમિત્તે આ શાળામાં વનને બચાવવા માટેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

પશુ, પંખી, જીવજંતુ, ઔષધીઓ, દવાઓ વગેરે માટે વનની આપણા જીવનમાં શું જરૂરિયાત રહી છે એવી તમામ બાબતો બાળકો સમજી શક્યા.


ખૂબ જ ઝડપી સમયમાં આપણે આપણી સુવિધાઓ માટે વૃક્ષો કાપીએ છીએ, ત્યારે સમગ્ર સજીવ સૃષ્ટિને જે નુકસાન થઈ રહ્યું છે તેની વિસ્તારથી વાત બાળકો સામે મૂકવામાં આવી અને આ ભવિષ્યના નાગરિક એવા બાળકોને જીવનમાં “વૃક્ષ મારો મિત્ર” એ સ્લોગન નીચે વૃક્ષોનું જતન કરવા પ્રેરણા આપવામાં આવી.


થોડીવાર માટે પણ આપણે તડકાની નીચે ઉભા રહી શકતા નથી, એવા સમયે આપણને છાયાની જરૂર છે, તો આ સૃષ્ટિને બચાવવા માટે “વન” ખૂબ મહત્વન છે, એવું તમામ બાળકો વન નિદર્શન સમયે  સમજી શક્યા. આમ આજના દિવસે શાળાના તમામ શિક્ષકોના સાથ સહકારથી બાળકોને વન વિશે ખૂબ ઊંડાણપૂર્વકની સમજ અને પ્રત્યક્ષ અનુભવ કરાવી શકયા.

આ શાળામાં ઉજવાતા વિવિધ દિવસોની “ઉજવણી”ના બ્લેકબોર્ડ, ચિત્રો ,લખાણ વગેરે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને અત્યારથી જ પોતાની અંદર રહેલી વિવિધ શક્તિઓને બહાર કાઢવાની એક ઉત્તમ તક અહીં પૂરી પાડવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ખંતીલા આચાર્ય શાહબુદીન બાદી અને ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…

https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P

નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું

 

Content Copying Forbidden !!

error: Content is protected !!