કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કાંટાની ટક્કર:  ધારાસભા ચૂંટણી- 2022

જીતનો ફાંકો એકેય ઉમેદવારે રાખવો પરવડે એમ નથી- ગો હેડ…

આજે ૨૮ તારીખ છે. પછી ર૯ તથા ૩૦ અને ૧ લી તારીખે મતદાન. છેલ્લા આ ત્રણ દિવસમાં રાજકારણમાં ઘણું બધું બદલાશે. સાચો ખેલ હવે શરૂ થશે. વન-ડે મેચની છેલ્લી ત્રણ ઓવરમાં ઘણા ચઢાવ ઉતાર આવતા હોય છે. આમ છતાં રાજકીય ચિત્ર લગભગ સ્પષ્ટ થતું જાય છે. વધુ સમીક્ષા કરીએ તે પહેલા વાંકાનેર ધારાસભા મતવિસ્તારનું ભૌગોલિક અને સામાજીક સમીકરણ સમજીએ.

વાંકાનેર તાલુકાનાં ૧૦૦ અને કુવાડવા પંથકના ૫૦ ગામોના ૩૦૬ બુથના ૨,૮૧,૪૧૩ મતદારો છે. ૭પ ટકાની આસપાસ મતદાન થતું આવ્યું છે. એ હિસાબે બે લાખ દશ હજારની આસપાસ મત પેટીમાં પડશે. આ વખતે અપક્ષો ઝાઝું જોર કરે તેવું લાગતું નથી. મુખ્ય ત્રણ હરીફ ઉમેદવાર સિવાચના આ અને નાટો મળીને લગભગ બારેક હજાર મતો ર૧૦ હજારમાંથી બાદ કરીએ એટલે અંદાજે બે લાખ મતો બાકી રહે.

હવે આ બે લાખ મતો ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે વહેંચાવાના છે. શરૂઆતમાં લાગતું હતું કે આ વિસ્તારમાં આપ બહુ જોર નહિં કરી શકે અને જીત માટેનો આંકડો ૮૫ હજારની આસપાસ રહેશે, પરંતુ આપના ઉમેદવારે જંગ ત્રિપાંખીયો કરી નાખ્યો છે, એનો ઇન્કાર થઇ શકે તેમ નથી અને આથી જીતનો આંકડો ૭૦ હજારની આસપાસ રહેશે, એવું લાગે છે.

હવે કયા પક્ષની કેવી સ્થિતિ છે, તેનો તાગ મેળવીએ. એક વાત સ્પષ્ટ કરી દઇએ કે અમારૂ આ તટસ્થ મુલ્યાંકન છે. કોઇને ગમે કે ન ગમે પણ અમે અંધભકત નથી. આ વિસ્તારનું સામાજીક સમીકરણ સમજતા પહેલા કયા સમાજના કેટલા મતો છે, તે જાણવું જરૂરી છે.

અંદાજે બે લાખ એંસી હજારના મતદારોમાં એક અંદાજ મુજબ કોળી ૮૦ હજાર, મુસ્લિમ ૬૦ હજાર, પાટીદાર રપ હજાર, માલધારી રર હજાર, દલિત ૧૬ હજાર અને બાકીના બધા ૮૦ હજાર જેટલા મતદારો છે. પક્ષની સાથે સાથે મતદાર ઉમેદવારનું પણ મુલ્યાંકન કરીને મતદાન કરતો હોય છે.

કોળી સમાજનું પહેલા મતદાન ઓછું થતું હતું, પણ હવે તેનું મતદાન ૭પ ટકાની આસપાસ થાય તો લગભગ સાંઇઠેક હજારની આસપાસ મત પડે. મુસ્લિમ સમાજનું મતદાન સરેરાશ ૮૫ ટકા જેટલું રહેતું હોય છે અને આમ તેના મત પચ્ચાશથી પંચાવન હજાર જેટલા પેટીમાં પડતા હોચ છે. પાટીદાર અને દલિત સમાજનું ૭૦ ટકા અને માલધારી સમાજનું ૬૦ ટકા જેટલું મતદાન થતું હોચ છે.

હવેનો દૌર માત્ર આગેવાનોનો નથી, ચુવાનો પણ મોટું પરિબળ છે. ચાર-પાંચ આગેવાનોને સાચવી લેવાથી આખું ગામ આગેવાનોના કહેવા મુજબ મતદાન કરે, એ યુગ ખતમ થઇ ગયો છે. ઘણા આગેવાનો કાગળનો વાઘ હોય છે. જનતાના પણ ખુદના વિચાર હોય છે.

પહેલા આપણે કોળી સમાજની વાત કરીએ. ઉમેદવાર કોળી સમાજનો હોવાથી અને માંગણી છતાં કોળીને ભાજપે ટિકિટ નહિં આપતા તેમની ભાજપ પ્રત્યેની નારાજગી સ્પષ્ટ દેખાય છે. ભાજપથી મતદારો વિમુખ રહે અને આપ બાજુ ઢળે તો ભાજપને મોટો ફટકો પડે, એ એકને એક બે જેવી વાત છે. સમાજનો સો એ સો ટકા હિસ્સો આપ બાજુ જ ઢળે, એવું અત્યારે તો લાગતું નથી. અમુક કોંગ્રેસમાં અને ભાજપમાં પણ જશે. કેટલા ટકા જશે, એના માટે હજી રાહ જોવી પડશે. આપ પક્ષનું કોઇ સંગઠન નથી, પણ કોળી સમાજનું સંગઠન તેને કામ આવતું દેખાય છે.

હવે વાત કરીએ મુસ્લિમ સમાજની, તો સામાન્યત: આ સમાજ કોંગ્રેસી ગણાય છે. જે વિરોધ છે, તે કોંગ્રેસ કરતા ઉમેદવારનો વધુ છે. આ સમાજને ભાજપ પ્રત્યે સૂગ છે, એ જગજાહેર છે. પરંતુ કોઇ વિકલ્પ નહિં હોવાથી મને – કમને કોંગ્રેસને મત આપતો આવ્યો છે. પહેલા લાગતું હતું કે ભૂતકાળની જેમ આ વખતે ૯૦ ટકા સમાજ કોંગ્રેસ સાથે જ રહેશે, પરંતુ છેલ્લા પાંચેક દિવસથી સમાજમાં સળવળાટ ચાલુ થયો છે. ભાજપ પ્રત્યેની સૂગ અને ઉમેદવાર પ્રત્યેની (ગમે તે કારણોસરની) નારાજગીના કારણે સમાજનો અમુક હિસ્સો આપ તરફ ઢળતો જાય છે. જે કોંગ્રેસ માટે ફટકો અને ભાજપ માટે નફો છે. સ્થાનિક ગામનાં બે ફાંટા હોય છે, એક ફાંટો જે બાજુ હોય તેની સામે જવાનું બીજા ફાંટાનું વલણ હોય છે. જો કે ભૂતકાળમાં ગમે તેટલા વિરોધ વચ્ચે પણ માત્ર ૧૦ ટકા મુસ્લિમો જ કોંગ્રેસથી વિરોધમાં ગયો છે, એવું આંકડા બોલે છે.

વિસ્તારની વાત કરીએ તો વાંકાનેર શહેરમાં ભાજપને લીડ મળશે, એવું લાગે છે. ગયા વખતે ૧૫ હજાર જેટલી ભાજપને લીડ મળી હતી. આ લીડ ઘટે છે કે વધે છે, એ સમય કહેશે. લુણસર વિસ્તારમાં થોડું પલ્લું આપ તરફ ઢળતું દેખાય છે, પણ ઝાઝો ફરક લાગતો નથી. તીથવા વિસ્તારમાં ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચ ની જેમ કોંગ્રેસને લીડ મળશે, એવું અનુમાન છે. કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર છે. મૅસરીચા વિસ્તારમાં આપ આગળ રહેશે, આમ છતાં કોંગ્રેસ-ભાજપને મતદારો નિરાશ નહિં કરે. કુવાડવા વિસ્તારમાં આમ તો કોંગ્રેસને પ હજાર જેટલા મતો મળતા હતા, પરંતુ છેલ્લી બે ચૂંટણીથી કોંગ્રેસ ૨૦ હજાર સુધી પહોંચે છે. આ વખતે શું થાય છે, એ નકકી નહિં. ભાજપને ગયા વખતે પાટીદારોની નારાજગી વચ્ચે પણ ૬ હજારની લીડ મળી હતી, પણ આ વખતે કુવાડવા વિસ્તાર માટે આપનો ઉમેદવાર સ્થાનિક છે. પોપટ જીંજરીચાની જેમ આપનો ઉમેદવાર આ મુદ્દે લાભ કેટલો ઉઠાવી શકે છે, એ મોટો સવાલ છે. આમ છતાં સૂત્રો જણાવે છે કે ત્યાં પણ આપનું વજુદ છે.

એક વાત લખી લેવાની જરૂર છે કે ભલે આ ધારાસભા વિસ્તારમાં કોળી અને મોમીન સમાજના મતદારો વધુ હોય પણ માત્ર સમાજના નામે જ જીતી શકાય, તેવી પોઝીશન નથી. બીજા સમાજના મતોની જરૂર પડે જ છે. કોંગ્રેસ જીતતી આવી છે, કારણ કે તે મુસ્લિમો સિવાચ અન્યના મતો પણ મેળવતી આવી છે.

ધારાસભાની આ ચૂંટણી સમયમાં અત્યાર સુધી તો તંદુરસ્ત વાતાવરણ છે, જે જળવાઇ રહે તે જોવાની જવાબદારી આગેવાનોની છે. વધુ માહિતી હવે પછી આપીશું.

અને છેલ્લે અમારા સ્વાર્થની વાત. વોટસએપ મારફત સમાચાર પહોંચાડવાની અમારી આ પ્રવૃત્તિને લોકોએ આવકારી છે. કયા ગામમાં ગયા વખતે કેટલું મતદાન થયું હતું અને ગામ દીઠ ઉમેદવારોને મળેલા મતોની જે માહિતી અને રાજકીય સમીક્ષાઓ અમે પબ્લીશ કરી હતી, તેને સારો આવકાર મળ્યો છે. અમે કોઇ પક્ષના પ્રચારક કે વિરોધી નથી, તટસ્થ છીએ.

અમારી સાથે જોડાવવું સાવ સહેલું છે. ગુગલમાં KAMALSUVAS.COM લખીને અમારી વેબ સાઇટ ખોલો. જે વેબ સાઇટમાં ગ્રીન કલરમાં વચ્ચે વોટસએપનો સિમ્બોલ દેખાશે, એની ઉપર કલીક કરો. આથી તમારા મોબાઇલમાં ઓટોમેટિક જ વોટસએપ ખુલશે અને ગુજરાતીમાં લખાયેલો મેસેજ દેખાશે. તમારે કોઇ મેસેજ લખવો નહિં પડે, માત્ર એ મેસેજને કોઇ પણ મોબાઇલ નંબર લખ્યા સિવાય ફોરવર્ડ કરવાનો છે. રિપ્લાય કરવાનો નથી. ફોરવર્ડ કરેલો આ મેસેજ અમને મળી જશે અને તમારી સેવા શરૂ થઇ જશે. સમાચારો મોકલવાની તમારી મૌખિક વિનંતિ અમે સ્વિકારી શકીએ તેમ નથી, કારણ કે તમારા મોબાઇલમાંથી એક વાર અમને મેસેજ મળવો ખૂબ જ જરૂરી છે.

આટલું કર્યા બાદ તમારે અમારો વોટસએપ નંબર 7874745455 સેવ કરવાનો રહેશે. જયાં સુધી તમે તમારા મોબાઇલમાં અમારો નંબર સેવ નહિં કરો, ત્યાં સુધી સમાચાર તમને મોકલવા છતાં તમને મળશે નહિં. માટે નંબર સેવ કરવાનું ભૂલશો નહિં. – નઝરૂદીન બાદી.

Content Copying Forbidden !!

error: Content is protected !!