આજે લોહાણા મહાજન વાડી ખાતે બેસણું
વાંકાનેર: વાંકાનેરના જાણીતા ડેવલોપર અને સામાજિક અગ્રણી કાંતિભાઈ ભાટિયાનું તારીખ 28/ 8 / 2023 ને સોમવારે અવસાન થયેલ છે, તેમનું બેસવું આજે તારીખ 31/ 8 /2023 ના રોજ રાખવામાં આવેલ છે.
વાંકાનેર નિવાસી કાંતીલાલ રણછોડદાસ ભાટિયા (વેદ) (ઉં.વ. ૭૪) તે હંસાબેનના પતિ, અમૃતલાલભાઇ, લલિતભાઇ, ગોપાલદાસ તેમજ રસીલાબેન, સરોજબેનના મોટાભાઇ, મીનાબેન, હેતલબેન, પ્રીતિબેન તથા ભાવેશભાઇના પિતા, વનરાજ, નીકુંજ, બિંદિયા, હીના, નેન્સી, કિરણબેન, પ્રીતિના ભાઇજી નીતાબેન, જીગિયા, દિપ્તીના સસરા, તે પ્રમેશકુમાર, તેજસકુમાર, અવિનાશકુમારના સસરા તે જામનગર નિવાસી સ્વ. ત્રિકમદાસ પોપટલાલ ગાજરીયાના જમાઇ કાંતીલાલ રણછોડદાસ વેદ (ભાટિયા) ઉં.વ. ૭૪ તેઓનું તારીખ ૨૮-૦૮-૨૦૨૩, સોમવારના રોજ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું :– તા. ૩૧-૦૮-૨૦૨૩, ગુરૂવાર ના રોજ બપોરે ૪ થી ૫:૩૦ કલાકે લોહાણા મહાજન વાડી, દિવાનપરા, વાંકાનેર ખાતે રાખેલ છે.