મોરબી કરણીસેના અધ્યક્ષે રાજવીની પ્રતિક્રિયાની આલોચના
રુપાલાએ બકવાસ કર્યો ત્યારે કેમ નિવેદન ન આપ્યું ?
મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા આ મામલે મોરબી કરણીસેના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ વાંકાનેરના રાજવીની પ્રતિક્રિયાની આલોચના કરતા જણાવ્યું હતું કે,
જયારે પરસોતમ રુપાલાએ બકવાસ કર્યો ત્યારે કેમ નિવેદન ન આપ્યું ? તમે પક્ષને ભલે મહાન ગણતા હોય પરંતુ પક્ષ પછી અને પહેલા સમાજ હોવો જોઈએ સાથે જ સમાજ પહેલા તો તમે રાજવી છો એ ન ભૂલો ! આજે જયારે
આખો ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડાઈ લડી રહ્યો છે આ લડાઈમાં ન જોડાવ તો કઈ નહીં પરંતુ ક્ષાત્રવટ ધર્મ નિભાવવાને બદલે સમાજની હિંમત તોડવાનો પ્રયાસ ન કરો એવું સાફસાફ શબ્દોમાં જણાવ્યું હતું. વાંકાનેરના મહારાજા અને
રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાહુલ ગાંધીના રાજા-રજવાડા અંગે નિવેદન બાદ તુરત જ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા મામલો ગરમાયો છે અને રાજવી કેસરીદેવસિંહના નિવેદન અંગે મોરબી કરણીસેના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કેસરીદેવસિંહે પ્રતિક્રિયા આપી એની સામે કોઈ વાંધો ન હોય, કોઈએ ભૂલ કરી હોય તો પ્રતિક્રિયા આપવી જ જોઈએ પરંતુ કેસરીદેવસિંહ આપ રાજવી છો… સ્ટેટ છો….આપણે એ ન ભૂલવું જોઈએ કે,
આપણે ક્ષત્રિય છીએ…. આપણી બહેન દીકરીઓ ઉપર વાત આવી અને આજે આપણી બહેન દીકરીઓ અને સમાજ એક મહિનાથી રસ્તા ઉપર છે ત્યારે પરસોતમ રૂપાલાએ બકવાસ કર્યો ત્યારે તમે કેમ નિવેદન આપ્યું ?? વધુમાં તેમને ઉમેર્યું કે,
સાહેબ પક્ષ મજબૂત હોવો જોઈએ પક્ષની સાથે રહેવું જોઈએ પણ સમાજથી મોટો પક્ષ ન હોવો જોઈએ ! તમે સમાજના મોભી કહેવાય, તમે રાજવી કહેવાય, અને રાજવીની તો ફરજ છે પ્રજાની રક્ષા કરવાની…પ્રજા તો એક બાજુ રહી પણ આજે જયારે આખો સમાજ રોડ ઉપર છે.. તો તમે ત્યારે
કેમ પરસોતમ રૂપાલા વિષે જાહેરમાં આવી ને બે શબ્દ પણ નથી બોલ્યા ? મારે આપને વધારે કઈ ન કહેવાય… આપ મોભી છો, મરાથી વડીલ છો અને આપ એક રાજવી છો, મારે આપને કી સલાહ ન દેવાની હોય… હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે,
ક્ષાત્રવટ ધર્મ પહેલા હોવો જોઈએ, પક્ષ બાજુમાં હોવો જોઈએ. અંતમાં જયદેવસિંહ જાડેજાએ વિનંતી કરતા જણાવ્યું કે, હું હજુ આપને વિનંતી કરું છું કે ભલે આપ આ લડાઈમાં ન જોડાવ કી વાંધો નહીં આપના માટે પક્ષ મહાન હશે પણ સાહેબ
છેલ્લા એક મહિનાથી જે ભાઈઓ, બહેનો અને માતાઓ રસ્તા ઉપર આવી લડાઈ લડી રહ્યા છે તેમની હિંમત તોડવાનો પ્રયાસ ન કરો તેવું જણાવ્યું હતું.