વાંકાનેર: દલડી પાસે આવેલ તાલુકાના કાશીપર ગામે રહેતા મહિલાને ઇજા થતા મોરબી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે…
જાણવા મળ્યા મુજબ કાશીપર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ માલકીયા નામના મહિલા બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામ પાસે બાઇક સ્લીપ થયું હતું જેથી ઈજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે…