કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હાર્ટ એટેકનો ડર હોય તો ખિસ્સામાં રાખો

આ ગોળી: મોટા ભાગનો ખતરો ટળશે

જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. આ પછી પણ તમારે પ્રાથમિક સારવાર અંગે જાણકારી હોવી જરૂરી છે. હાર્વર્ડ સ્ટડીમાં જણાવ્યુ છે કે કઈ દવા ફાયદાકારક હોઈ શકે છે. હૃદયરોગના ડૉક્ટરો વારંવાર હાર્ટએટેક સમયે એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં

સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ

ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં કરવામાં આવ્યું હતું. પરિણામ એ આવ્યું કે જો છાતીમાં દુખાવા પછી એસ્પિરિન લેવામાં આવે તો 13 હજારથી વધુ લોકોના જીવ બચાવી શકાય છે.
… તો જીવન બચાવી શકાય
હાર્ટ એટેકના વધતા જતા કેસોએ બધાને ડરાવી દીધા છે. જેને લઇ બચવા માટે એક્ટીવ રહેવાની અને જીવનશૈલીમાં સુધારો કરવાની સલાહ આપવામાં આવે

છે પરંતુ પ્રાથમિક સારવાર જાણવી પણ મહત્વપૂર્ણ છે. રિસર્ચમાં સંશોધકોએ જણાવ્યું હતું કે, એસ્પિરિન હાર્ટ એટેકથી મૃત્યુને રોકવા માટે સસ્તી અને

અસરકારક રીત છે. લક્ષણો દેખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, છાતીમાં દુખાવો હોવા છતાં ઘણા લોકોને તેની જાણ હોતી નથી જે સૌથી મોટું સૂચક છે.
આ રીતે એસ્પિરિન લો
સંશોધકોએ જણાવ્યું હતું કે એસ્પિરિન લીધા પછી બચાવની અન્ય પદ્ધતિઓ ધ્યાનમાં લેવી જોઈએ. જો તમને ક્યારેય એવું લાગે કે છાતીમાં દુખાવો હાર્ટ એટેક

હોઈ શકે છે, તો જીભની નીચે 325 મિલિગ્રામ એસ્પિરિન મૂકો અથવા તેને ચાવો. આમ કરવાથી તરત જ ફાયદો થશે. તમે તેને પાણીમાં મિક્સ કરીને પણ પી શકો છો.

(નોંધ: જો તમને એસ્પિરિનથી એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લો. દરરોજ બિનજરૂરી રીતે એસ્પિરિન લેવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.)

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!