વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલા રૂગનાથજી મંદિરમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી હતી. જેમાં ટ્રસ્ટી અને પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મંદિરના અધ્યક્ષ તરીકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી. આ મિટીંગમાં રેવાદાસ હરિયાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓની
નિમણૂક કરવામાં આવી હતી. જો કે મંદિરના મહંત ભરતદાસજીને ટ્રસ્ટી મંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો કે આ અંગે રેવાદાસજીએ જણાવ્યું હતું કે, ભરતદાસજી મહંત છે અને મંદિરની સેવા-પૂજા કરે છે અને આગામી દિવસોમાં તેઓનો ટ્રસ્ટી મંડળમાં સમાવિષ્ટ કરવામાં આવનાર છે. મંદિર કે ટ્રસ્ટમાં કોઈ વાદ વિવાદ નથી. મહત્વનું છે કે, વાંકાનેરના પુલ દરવાજા વિસ્તારમાં 400 વર્ષ જૂનું રૂગનાથજીનું મંદિર આવેલું છે. વર્ષોથી અહીં અલગ અલગ સેવા કરવામાં આવે છે. ભૂતકાળમાં અહીંયા વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવાતો હતો. હાલ અહીં ગૌ સેવા, સંત સેવા, સહિતની પ્રવૃતિઓ ચાલુ છે. 8 મહિના પહેલા મંદિરના ગાદિપતિ છબીલદાસજી મહારાજ દેવલોક પામ્યા હતા. રેવાદાસજીએ જણાવ્યું હતું કે, અગાઉ આ મંદિરમાં ત્રણ
ટ્રસ્ટી હતા હવે મંદિરના મહંત અમારા ગુરુભાઈ ભરતદાસજી મહારાજના સહયોગથી આજે વાંકાનેર શહેરમાં આવેલા રૂગનાથજી મંદિર વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી હતી. જેમાં પદાધિકારી અને ટ્રસ્ટીઓની નિમણૂક કરાઈ હતી…