વાંકાનેર: લાંબી મથામણ પછી આખરે વાંકાનેર શહેર અને તાલુકાના ભાજપ પ્રમુખોના નામ જાહેર થયા છે….
ગઈ કાલે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર થયેલા નામોમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ શામજીભાઈ પટેલ (રવાણી) તેમજ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચતુરભાઈ ભોપાભાઈ મકવાણા (ગાંગીયાવદર)ની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક પછી બંને પ્રમુખોને સાંસદ કેસરીદેવસિંહ અને એમની ટીમે આવકાર્યા હતા….