સત્રની શરૂઆત 20 જુલાઈથી થનાર છે
ગાંધીનગર: ગુજરાત રાજ્યસભા ચૂંટણી રાજ્ય સભા માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની 10 બેઠક માટે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 17મી જુલાઈના રોજ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો દિવસ હતો. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે, એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલ, રધુ હૂંબલ તથા પ્રેરક શાહે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ગુજરાતમાંથી બિનહરીફ વિજેતા થયેલ ત્રણેય ઉમેદવારો, સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભાના સાંસદ તરીકેની શપથ લેશે. ગુજરાતમાંથી રાજ્યસભાના જે ત્રણ સભ્યોની બેઠક ખાલી પડી છે તે એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની સાંસદ તરીકેની ટર્મ 18 ઓગસ્ટ સુધી છે. તેથી તેમના સ્થાને ચૂંટાયેલા એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ચોમાસુસત્રમાં નવા ચૂંટાયેલા સાંસદ તરીકેના શપથ લેશે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ