રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ માટે રચાયેલી સમિતિઓમાં સુધારા કરાયા
ગાંધીનગર : રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા માટે રચવામાં આવેલી ધારાસભ્યઓ તથા સંસદસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિઓમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈની પરામર્શ સમિતિના નંબર-૦૨માં આમંત્રિત સભ્ય તરીકે દિનેશચંદ્ર જેમલભાઈ અનાવાડીયાના સ્થાને બાબુભાઈ જેસંગભાઈ દેસાઈને જ્યારે મંત્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયાની પરામર્શ સમિતિ નંબર-૦૬માં આમંત્રિત સભ્ય તરીકે લોખંડવાલા જુગલસિંહ મથુરજીને બદલે કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાને સ્થાન આપવામાં આવ્યું છે.


અત્રે ઉલ્લેખેનીય છે કે, ગુજરાતમાં મંત્રીઓને પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતોમાં વિચાર વિનિમય કરવા કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યઓની કુલ ૧૧ સ્થાયી પરામર્શ સમિતિઓની તા. ૦૬ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ રચના કરવામાં આવી હતી. આ સમિતિઓમાં સંસદસભ્યઓની આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમ, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું છે.