મૃતક પોલીસ ખાતાના કર્મચારી
વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) માં રહેતા બહાદુરખાન બુરહાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે દુકાને બેઠેલા હતા, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં ફરજ પરના ડોકટરે તપાસી તેમના મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક વાંકાનેર પોલીસ ખાતામાં નોકરી કરતા હતા 
