કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સાઈડ કાપવાને ખારે ઈકોવાળાને પાઇપ માર્યા

સાઈડ કાપવાને ખારે ઈકોવાળાને પાઇપ માર્યા

મેસરીયા આપ ઝાલાની જગ્યાએ દર્શન કરવા આવેલ હતા

વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામે આપ ઝાલાની જગ્યાએથી દર્શન કરી પોતાની ઈકો ગાડી લઇ પરત પોતાના ગામ જતા હોય ત્યારે ભલગામ પાસે આગળ જતા હોય સાઇડ કાપવા માટે બે ત્રણ વાર હોર્ન મારી બાદ આગળ નીકળી ગયેલ હોય જેનો ખાર રાખી આગળ ગમારા પેટ્રોલ પંપ પાસે નાસ્તો કરવા પોતાની ઇકો ગાડી ઉભી રાખેલ હોય ત્યારે વિંછીયા તાલુકાના શખ્સને ચોટીલા તાલુકાના કાળાસરના શખ્સ અને બીજા અજાણ્યા શખ્સે લોખંડનો પાઇપ ઘુંટણના ભાગે મારી ફેકચરની ઇજા કર્યાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ વિંછીયા તાલુકાના ઈશ્વરભાઈ દેવશીભાઇ હણ નામના ફરિયાદી તાલુકાના મેસરીયા આપ ઝાલાની જગ્યાએથી દર્શન કરી પોતાની ઈકો ગાડી લઇ પરત પોતાના ગામ જતા હોય ત્યારે કાળાસરના ભરતભાઈ રામભાઈ ખટાણા અને એક અજાણ્યો માણસ પોતાની ઇંકો ગાડી રજી નંબર. GJ-13-AB-16771677 વાળી લઇને આગળ જતા હોય ફરીયાદીએ

સાઇડ કાપવા માટે બે ત્રણ વાર હોર્ન મારી બાદ આગળ નીકળી ગયેલ હોય જે વાતનો ખાર રાખી આ કામના ફરીયાદી આગળ ગમારા પેટ્રોલ પંપ પાસે નાસ્તો કરવા પોતાની ઇકો ગાડી ઉભી રાખેલ હોય ભરતભાઈએ ઇકો ગાડી લઇને ત્યાં જઈ ફરીયાદી સાથે ગાળાગાળી કરી બાદ ફરીયાદી દુકાનમાં નાસ્તો કરવા જતા રહેલ હોય નાસ્તો કરી બહાર આવતા ભરતભાઈ તથા એક અજાણ્યા ઇસમે ફરી આવી ફરીયાદી સાથે ગાળાગાળી કરી અજાણ્યા ઇસમે

ફરીયાદીને ઝાપટો મારી જાલી રાખી આરોપી ભરતભાઈએ પોતાની ઇકો ગાડીમાંથી લોખંડનો પાઇપ લઇને આવી લોખંડના પાઇપ વતી ફરીયાદીને ઘુંટણના ભાગે બે ત્રણ વાર મારી ફેકચરની ઇજા કરી તેમજ અજાણ્યા આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી મુંઢ ઇજાઓ કરી ભરતભાઈએ ‘ફરીથી ભેગો થઈશ તો વધુ મારીશ’ તેમ ધમકી આપી ગુન્હામાં એકબીજાએ મદદગારી કરવાની ફરિયાદ થઇ છે, પોલીસ ખાતાએ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૧૧૭(૨),૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા જી.પી,એકટ – કલમ ૧૩૫ અને મહે. જીલ્લા મેજી.શ્રી મોરબી ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા સબબનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!