અગ્રણીઓ, આગેવાનો તથા કાર્યક્રર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
વાંકાનેરના જંડેશ્વર રોડ પર આવેલ દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં સમસ્ત રાજપુત સમાજ દ્વારા નવનિર્મીત વાડી ખાતેના કંમ્પાન્ડમાં બન્ને કુળદેવી માંના નૂતન મંદિરનું ખાતમુહુર્ત સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, આગેવાનોના તથા કાર્યક્રર્તાઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરાયું હતું.




કાર્યક્રમમાં સમાજ અગ્રણીઓ નારૂભા ઝાલા (ખેરવા), રામદેવસિંહ ઝાલા (લુણસરીયા) એન.બી.ઝાલા (નિવૃત શિક્ષક ભા.જાંબુડીયા), પી.ટી.રાણા, સુખભા (જી.ઈ.બી)(અરણીટીંબા) અર્જુનસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ઝાલા, (જાંબુડીયા) પ્રવિણસિંહ જાડેજા (જેતપર) કૃષ્ણસિંહ ઝાલા (મેડીકલ વાળા) ઈન્દુભા વાળા (ગારીયા) બલભદ્રસિંહ (રાતી દેવરી) અશોકસિંહ જાડેજા (સજ્જનપર), રાજભા (કોઠારીયા) ધર્મેન્દ્રસિંહ જાડેજા (પુર્વ પ્રમુખ વાંકાનેર પાલીકા) સિદ્ધરાજસિંહ ઝાલા (ખેરવા) વેલુભા (સરધારકા) પ્રતાપસિંહ જાડેજા (ઓમ લેબવાળા), રણજીતસિંહ જાડેજા (ગુરૂકુપા) નવલસિંહ, યોગીરાજસિંહ વાળા (ગારીયા) હરપાલસિંહ વાળા, યોગીરાજસિંહ ગોહિલ,અનિરૂદ્ધસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, રણધીરસિંહ તથા કનકસિંહ (સરધારકા) સહીતના અગ્રણીઓ, આગેવાનો તથા કાર્યક્રર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. વાડી ખાતે કુળદેવી માતાજીના નૂતન મંદિર બાંધવાના નિર્ણયથી રાજપુત સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી.