રાજકોટમાં વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા
વાંકાનેર: તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનારા શહેરમાં કોઈપણ ખૂણે વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા મુજબ દિવાળી બાદ સહ પરિવાર સાથે સ્નેહ મિલન અને ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

ખેરવાના રાજકોટ નિવાસી ભાઈઓ, બહેનો, યુવા પેઢી એકબીજાને ઓળખે અને સમાજમાં સંગઠન અને એકતાની ભાવના વધે ભાઈચારો વધે અને એકબીજાના પ્રતિ આત્મિયતા બંધાય તેવા હેતુથી ૫૦ પરિવારોનુ ખેરવા ગામના ગિરાસદારોનું તા. ૯ ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર, રૂડા ૨ ની સામે, સદગુરુ નગરમાં, રામજી મંદિર, મંગલમ ખાતે સ્નેહ મિલન અને સ્વ રુચિ ભોજનનો કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમને સફળ બનાવવા ઝાલા પરિવારના ગજેન્દ્રસિંહ દોલુભા, ટેમુભા રતુભા, રવિરાજસિંહ ઇન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ દોલુભા, બ્રીજરાજસિંહ કિશોરસિંહ, પ્રદ્યુમનસિંહ (પરેશ) બળુભા, તીર્થરાજ સિંહ જુવાનસિંહ, ઋષિરાજસિંહ હરુભા, મેરૂભા ચંપુભા, મહેન્દ્રસિંહ મહાવીરસિંહ સહિતના સમાજના આગેવાનો ઉઠાવી રહ્યા છે..