હજી તો એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
માંનો આક્ષેપ: પુત્રને કોઈએ ઝેરી દવા પીવડાવી લટકાવી લીધો છે. મરનારનો મોબાઈલ પણ ગૂમ છે
રાજકોટ નજીક કુવાડવા પાસે આવેલા ખોરાણા ગામે રહેતાં અને એક વર્ષ પહેલા જ લગ્ન કરનાર યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો પોતાના ઘરમાંથી જ મળી આવતા પરિવારજનોએ મૃતકને કોઈએ ઝેરી દવા પીવડાવી કોઈએ લટકાવી દીધાનું જાણવા મળી રહ્યું છે.તેના પત્નીનો ત્રાસ હોવાનો આક્ષેપ કરતા કુવાડવા પોલીસે મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કુવાડવા પોલીસે ખોરાણા ગામે રહેતાં વિજય ઉમેશભાઈ સોલંકી નામનાં 29 વર્ષના યુવાને ઘરે છતના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હોવાની પરિવારજનોને જાણ થતા 108 ને જાણ કરાઈ હતી. જેને તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડયો હતો.પોલીસે જણાવ્યું કે મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
યાજ્ઞિક રોડ પર આવેલી એજલ મોબાઈલ નામની દુકાન ધરાવતા હતા. પોતે બે ભાઈમાં નાનો હતો. તેની પત્ની એક વર્ષથી રિસામણે છે. માતા નંદાબેન બેન્કના કામેથી બહાર ગયા હતા, બાદ પરત આવતા જ પુત્ર વિજયને લટકતી હાલતમાં જોતા આજુબાજુના લોકોને જાણ કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે પુત્ર વિજયને કોઈએ ઝેરી દવા પીવડાવી લટકાવી લીધો છે. આક્ષેપોથી પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાયું હતું. તેમનો મોબાઈલ પણ ગાયબ છે. પત્નીના ત્રાસના કારણે પગલું ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા વધુ તપાસ હાથ ધરાઈ છે.