વાંકાનેર: સરતાનપરની સીમમાં આવેલ એક ફેક્ટરીમાંથી બે શખ્સોનું અપહરણ કરી માર મારી ખંડણી માંગવાનો બનાવ બનેલ છે, જેથી સનસનાટી વ્યાપી ગઈ છે.
મળેલ માહિતી મુજબ સરતાનપરની સીમમાં આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ નામના કારખાનામાં રહેતા વિકાસ ગુડ્ડા બારેલા નામની વ્યક્તિએ (1) રણજીત દોલા વસુનીયા (2) સંગ્રામ છગન કટારા (3) લવકુશ રામા મેડા અને (4) રામકિશન તથા અન્ય ચાર સાથીઓ સામે ફરિયાદ લખાવેલ છે કે ગત તા: 25/3/2024 ને
સોમવારના બપોરના દોઢ વાગે આરોપીઓ પોતે રહેતા કારખાને આવેલ અને ફોન કરી કહેલ છે કે આરોપી નં.૧ ની દિકરી આશાનું અપહરણ ફરીયાદી વિકાસના સાળાએ કરેલ છે અને તે મળી ગયેલ છે તેમ કહી વિકાસને ફોન કરી ગેઇટ પર બોલાવી તેમને અને તેની સાથે રહેલ સોનુને બળજબરીથી એક ઇકો
ગાડીમાં બેસાડી આરોપી નં. ૧ થી ૩ વાળાએ અપહરણ કરી લઈ જઈ આગળ જતા આરોપી નં.૪ તથા અન્ય ચારનાઓ ઇકો ગાડીમાં બેસી એક બીજાને મદદગારી કરી વિકાસ તથા સોનુને આરોપી નં.૧ ના ગામ લઈ જઈ બંધક બનાવી ગેરકાયદેસર અટકાયત કરી લાકડી, સળીયા તથા ઢીકાપાટુનો માર મારી ઈજા
કરી મારી વિકાસના ફોનમાંથી વિકાસના પરીવાર પાસે ફોન કરી પૈસાની માંગણી કરી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો નોંધાયો છે.
ફરિયાદી વિશાલ ગુડ્ડા બરેલાની ઉંમર 22 વર્ષ છે અને તે ગામ: નવલપુરા તાલુકા: અંજડ જિલ્લો: બડવાણી (એમ.પી.) રહે છે. પોલીસ ખાતાએ આઈ.પી.સી. કલમ-૩૬૫, ૩૪૩, ૩૨૭, ૩૨૩, ૫૦૬, ૩૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…