વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની બે યુવાનોનું એમપીથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સોએ અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઇ બંને યુવાનોને ઢોર માર મારી, ખંડણી માંગતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હોય, જે બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓની મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેન્ડ ગ્રીસ ટાઈલ્સ નામના કારખાના પાસેથી ફરિયાદી વિકાસ ગુડા બારેલા અને અન્ય એક યુવાનનું મધ્યપ્રદેશથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સો ફરીયાદીનો સાળો આરોપીની દિકરીનું અપહરણ કરી લઇ ગયેલ હોય, જે મળી ગયેલ છે તેમ કહી અપહરણ કરી મધ્યપ્રદેશના દોલતપુર ગામે લઇ જઇ માર મારી ફરિયાદીના પરિવારજનોને ફોન કરી પૈસાની માંગણી કરી હોવાનો બનાવ સામે આવ્યો હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી…
આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતે તપાસમાં જઇ આરોપીઓની માહીતી મેળવી આરોપીઓ અલગ અલગ ગામડાઓમાં રહેતા હોય, જેથી સ્થાનીક પોલીસ સાથે રાખી ગામડાઓમાં નાઇટ કોમ્બીંગ કરી ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર નં. MP 11 CC 7684 સાથે આરોપી ૧). રણજીત દોલા વસુનીયા (રહે.દોલતપુરા, એમપી), ૨). સંગ્રામ છગનલાલ કટારા (રહે.આંનદ ખેડી, એમપી) અને ૩). લવકુશ ઉર્ફે લોકેશ રામાજી મેડા (રહે. હનુમતીયા ફાગ, એમપી) ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
પોલીસ સ્ટેશનેથી
હથિયાર સાથે:
જોધપરના અરજણ મૈયાભાઈ સરવૈયા લોખંડના પાઇપ સાથે મળી આવતા હથિયાર ધારાના જાહેરનામાના ભંગ સબબ તેમની સામે કાર્યવાહી
દારૂ સાથે:
(1) જડેશ્વર રોડ નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ પાછળ રહેતા રમેશ લધુભાઈ વાજેલિયા (2) માટેલના ભરવાડ દશરથ નવઘણભાઇ ડાભી (3) ધમલપર-3 ના ગોદાવરીબેન વિનોદભાઈ અબાસણીયા (4) જડેશ્વર રોડ નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ સામે રહેતા વિનાભાઇ કરમશીભાઇ જખાણીયા (5) નવા જાંબુડિયાના શૈલેષ ભરતભાઈ સાલાણી અને (6) માટેલના ભાનુબેન મુનાભાઇ દેત્રોજા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
જુના રાજાવડલાના દિનેશ ચતુરભાઈ આતરેસા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) કોઠીનાં બાલાભાઈ વિઠ્ઠલભાઈ ચાવડા (2) નવા ઢુવાના બાવાજી રવીગર અશોક ગોસ્વામી (3) જીનપરાના બળદેવ દેવકરણભાઇ પાટડીયા (4) માટેલ ઉપલાપરામાં રહેતા વિજય રમેશભાઈ વિંઝવાડિયા (5) રાતીદેવરીના ભરત હેમુભાઈ વિકાણી (6) ગોકુલનગર સરધારકાના નવઘણ ભાયાભાઇ મુંધવા (7) પંચાસરના લાલશા મહોબતશા કુરેશી અને (8) નવા જાંબુડિયાના અજય કરમશીભાઇ દાદરેચા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો