કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મહિકામાં દિવાલ કુદી દિપડાએ ઘેટાનું કરેલું મારણ

વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં અવાર નવાર દિપડાઓ સિમ વિસ્તારમાં પશુઓના મારણ કરતાં હોવાના સમાચારો સામે આવતા હોય, ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બધા વચ્ચે દિપડાઓ હવે સીમથી ગામમાં પણ પહોંચી ગયા છે, જેમાં વાંકાનેરના મહિકા ગામે ગતરાત્રીના ખેડૂતના ઘર ઘૂસી એક દિપડાએ ઘેટાનું મારણ કરી મિજબાની માણી હોવાની માહિતી મળી રહી છે….


મળેલ જાણકારી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઇવે પાસે અજવા કોમ્પલેક્ષ પાછળ સોસાયટીમાં રહેતા બાદી ઇલ્મુદ્દીન દોશમામદભાઈ (કેજીએન પાન વાળા) નામના ખેડૂતનાં ઘરે ગતરાત્રીના પાંચ ફુટ ઉંચી દિવાલ કુદી દિપડો ઘરમાં ઘૂસી ફળીયામાં બાંધેલ એક ઘેટાનું મારણ કરી મિજબાની માણી હતી, જેમાં સવારે ઘરના સભ્યો ઉઠતા જ બાબતની જાણ થઈ હતી. જેથી અત્યાર સુધી સીમ વિસ્તાર પુરતા સીમિત રહેતા જંગલ પ્રાણીઓ ગામમાં પ્રવેશ કરતાં વિડી વિસ્તારની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!