સજનપર વાડીનો મજુર
વાંકાનેર: તાલુકાના મહીકા ગામે હાઇવે ઉપર એક શખ્સને ગળાના ભાગ ઉપર પતંગનો દોરો કસાતા સારવાર હેઠળ છે…
જાણવા મળ્યા મુજબ પારસિંગ મનજીભાઈ નામનો યુવાન બાઈક લઈને ચોટીલા જઈ રહ્યો હતો ત્યારે મહીકા ગામ પાસે તેના ગળાના ભાગ ઉપર પતંગનો દોરો કસાયો હતો જેથી તેને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારબાદ તે ઈજાગ્રસ્ત યુવાનને 108 મારફતે સારવાર આપી હતી અને ઇજા વધુ પડતી હોઈ વધુ સારવાર માટે તેને મોરબીની હોસ્પિટલમાં લઇ ગયા છે યુવાન ટંકારા તાલુકાના સજનપર ગામે વાડી વિસ્તારમાં રહે છે અને મજૂરી કામ કરે છે….