વાંકાનેર: અહીંના ફરીયાદી નરેશભાઇ ખીમાભાઇ ગોગીયાને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાનની ધમકી આપી છરી વડે હાથ ઉપર ઇજા કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અરવિંદ રાણાભાઇ ગોગીયા સામેનો કેસ ચાલી જતા કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની તપસ એવી છે કે જુના કેસનો ખાર રાખીને આરોપીએ ફરીયાદી નરેશભાઇ ઉપર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું. ત્યારબાદ કેસ ચાલી જતો બંને પક્ષોની રજુઆત દલીલો અને પુરાવાને ધ્યાને લઇને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો…

