કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખીજડીયામાં છરી બતાવીને લૂંટ: તીથવામાં હુમલો

વાંકાનેર તાલુકાના રાજ ખીજડીયા ગામે લૂંટની ઘટના બની હતી જેમાં બાળક શાળાએથી ઘરે આવ્યા બાદ પોતાનું ઘર ખોલીને ઘરમાં જતાની સાથે જ બે અજાણ્યા હિન્દીભાસી શખ્સો તેની પાછળ તેના ઘરમાં આવ્યા હતા અને તે બાળકને લાફા મારીને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તે પૂછ્યું હતું ત્યારબાદ કબાટના ખાનામાંથી ૫૦ , ૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરીને તે બંને શખ્સો ભાગી ગયા હતા જો કે આ અંગેની ભોગ બનેલા પરિવારના વ્યક્તિ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જોકે હજુ સુધી આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજ ખીજડીયા ગામે રહેતા મુકેશભાઈ શામજીભાઈ દેકાવાડીયાનો દીકરો મહાદેવ (૯) વાંકાનેર તાલુકાનાં સિંધાવદર પાસે સ્કૂલમાં ભણતો હોય ગત તા ૨૮/૧૨ ના રોજ બપોરના સવા વાગ્યે તે શાળાએથી પાછો આવ્યો હતો અને ત્યારે મુકેશભાઈ દેકાવાડીયા અને તેના પરિવારજનો વાડીએ હતા જોકે ઘરનું બારણું ખોલીને મુકેશભાઈનો દીકરો મહાદેવ ઘરમાં ગયો તેની પાછળ બે અજાણ્યા શખ્સો પણ તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તે શખ્સોએ બાળકને બે લાફા માર્યા હતા અને ત્યારબાદ તેને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તેવું પૂછ્યું હતું અને કબાટમાંથી રોકડા ૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે આ અંગેની ભોગ બનેલા મુકેશભાઈ દેકાવાડીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

તીથવા ગામે પ્રસાદી બાબતે યુવાન પર હુમલો
વાંકાનેર તાલુકાના તીથવા ગામે વાડીએ આવેલા મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડોશમાં વાડી ધરાવતા વ્યક્તિને જમવા માટે થઈને ન કહ્યું હતું જે બાબતનું તેને સારું ન લાગતા પિતા પુત્ર દ્વારા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રોનકભાઈ રમેશભાઈ મેસરિયા (21) નામના યુવાનને ગોવિંદભાઈ કાનાભાઈ અઘારા અને તેના દીકરા ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા દ્વારા હુમલો કરીને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ રોનકભાઈ મેસરિયાને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

વધુમાં ભોગ બનેલા યુવાનના પિતા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે તેઓની વાડીએ માતાજીના મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પ્રસાદ લેવા માટે થઈને ગોવિંદભાઈ અઘારા તથા તેના દીકરા ભરતને કહ્યું ન હતું જે બાબતનો ખાર રાખીને તેણે રોનકને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેને ફોન ઉપર અપશબ્દો કહ્યા હતા અને વાડીએ આવીને તેની સાથે બોલાચાલી કરીને પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ રોનકને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!