ચાર જણાને ઇજા થતા સારવારમાં
વાંકાનેર: અહીં વિશીપરામાં બે જણાને કોઈ બાબતે ઝગડો થયેલ હોય જે ઝગડાનું સમાધાન થઇ ગયેલ અને ત્યાં ઉભા હોય જે બાબતે ચાર જણાને સારૂ નહી લાગતા છરી વડે ઇજાઓ અને ઢિકાપાટુનો માર મારી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિસીપરા રમેશભાઈવારી શેરીમાં રહેતા સોહિલભાઇ મેહબુબભાઇ કટીયા જાતે મિયાણા (ઉ.વ ૨૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૧૭/૦૮/૨૦૨૫ ના રાત્રીના મારા કુટુંબી કાકા રહિમભાઈ રાયધનભાઇ મોવર ઉપર પિંટુ ઉર્ફે ઠુઠો કોળીનો
ફોન આવેલ કે વિશિપરામા અહેમદ કટીયા અને રૂતુરાજસિંહને લપ થયેલ છે, જેથી હું તથા રહિમકાકા, સાગર ઉર્ફે હડો ભુપતભાઈ કોળી તથા મોઈનભાઈ અબાસભાઇ ઝેડા અમો ચારેય મોટરસાયકલ લઇ વિશીપરા સ્મશાન રોડ ભોપાભાઈની કેબિન પાસે પહોંચતા 
અહેમદ કટીયા તથા રૂતુરાજસિંહ દરબારને થયેલ ઝગડા બાબતે રહિમકાકાએ સમાધન કરાવેલ અને થોડીવાર પછી ત્યાં રમેશભાઇ રબારી, તેનો દિકરો સાગર રમેશભાઇ રબારી તથા બંસી રમેશભાઇ રબારી આવી અમારી સાથે ઝગડો ગાળા-ગાળી કરી કહેવા લાગેલ કે
‘તમે લોકો અહીં શુ કામ ભેગા થયેલ છો?’ આ વખતે સાગર રબારી તથા બંસી ૨બારી જે બન્ને પાસે છરીઓ હોય તેના વતી આડેધડ અમારા ઉપર ધા કરવા લાગેલ જેમાં મને પેટના ભાગે ઘા વાગેલ, રહિમભાઇ રાયધનભાઈ મોવર વચ્ચે પડતા તેઓને બંસી રબારીએ ડાબા હાથની કોણીના ઉપરના ભાગે ઘા કરેલ અને 
સાગર ભુપતભાઇ અમોને બચાવવા વચ્ચે પડતા સાગર રબારીએ આ સાગર ભુપતને પેટ તથા આંખ પાસે બે- ત્રણ ઘા કરેલ, ઝપાઝપીમાં રમેશભાઈ રબારી તથા પિંટૂ ઉર્ફે કુઠો કોળીએ ૫ણ અમોને આડેધડ ઢિકાપાટુનો માર મારેલ, દેકારો થતા ઘણા માણસો ભેગા થઈ ગયેલ જેથી આ ચારેય જણા ત્યાંથી જતા જતા બોલતા હતા કે ‘હવે અહિયા આવો તો મારી નાખવા છે’ અને જતા રહેલ. મારામારીમાં મને તથા
૨હિમકાકા તથા સાગર ઉર્ફે હડો ભુપતભાઈ તથા અહેમદ કટીયાને ઇજાઓ થયેલ છે સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ તથા રહિમભાઈ અને સાગરભાઈને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા ૨૦૨૩ ની કલમ. ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨-૩),૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે..
