કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

થાન રોડ પર કોળી સમાજની વાડીનું લોકાર્પણ કરાયું

મહાનુભાવો અને આગેવાનોની હાજરી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના કોળી સમાજ માટે એક મહત્વ પૂર્ણ અને ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. શહેરના નજીક થાન રોડ પર આવેલ પવિત્ર સ્થળ માંધાતા ધામ, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર પ્રાંગણ ખાતે વાંકાનેરમાં સૌ પ્રથમ વાર તૈયાર થયેલ શ્રી કોળી સમાજવાડી – વાંકાનેરનું ગુજરાત સરકારના કેબિનેર મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

જેમાં કાળાસર જગ્યાના મહંતશ્રી વાલજીભગત તેમજ મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા અને ચુવાડીયા કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જીંજવાડીયા ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી કોળી સમાજ વાડીના સ્થાપક અને મુખ્ય દાંતા શ્રીમતિ જીજ્ઞાસાબેન મેરના જણાવ્યા મુજબ આ સમાજવાડી એ કોળી સમાજની એકતાનું પ્રતિક છે. કોળી સમાજની આ નવનિર્મિત વાડી સમાજના સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો માટે એક મંચ પૂરો પાડશે. આ સાથે સમસ્ત કોળી સમાજના તમામ ગામના સરપંચો, આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા જય માંધાતા અને જય વેલનાથના નાદથી માંધાતા ધામના સુત્ર શ્રદ્ધા સાથે એકતાનું પ્રતિક ને સાર્થક કર્યું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમના આયોજકોમાં જીજ્ઞાસાબેન મેર, વાઘજીભાઈ ડાંગરોચા, ચતુરભાઈ મકવાણા, કાળુભાઈ કાકરેચા, રતિલાલભાઈ અણીયારીયા, ભગવાનજીભાઈ મેર, રાજુભાઈ ભૂવા મેર, દામજીભાઈ ધોરીયા, જિતેન્દ્રભાઈ ધરજીયા, રમેશભાઈ સારલા, ગોરધનભાઈ સરવૈયા, મગનભાઈ રાઠોડ, જયંતિભાઈ સાબરિયા, રાજુભાઈ માલકિયા, લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ જાડા, પ્રેમજીભાઈ વીંજવાડીયા, પ્રભુભાઈ, સુખદેવભાઈ ડાભી અને દેવાભાઈ વિંજવાડીયાએ જહેમત ઉઠાવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!