ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી બાળા
વાંકાનેર વીશીપરામાં રહેતી કોળી જ્ઞાતિની રોજાસરા ભૂમિકા જનકભાઇ (ઉ.૧પ) અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી બાળાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખે ટીંગાઇને ગળેફાંસો ખાઇ લેતા આ વિસ્તારમાં અરેરાટી પ્રસરી છે.

વાંકાનેર વીશીપરામાં રહેતી ભૂમિકાના પિતાજી જનકભાઇ દોઢ વર્ષ અગાઉ ગુજરી ગયેલ છે. આથી ભૂમિકા તેની દાદી સાથે રહેતી હતી પણ અત્યારે રાજકોટ જંગલેશ્વર ખાતે તેના પરિવાર સાથે રહેતી હતી. તા. ૪ ના રોજ ઘઉં-ચોખા-રાશનકાર્ડના લેવા માટે ભૂમિકાને તેની દાદી વાંકાનેર આવેલ અને સાંજના તેના દાદીને વાંકાનેર સીટીમાં ખરીદી કરવા ગયા હતા આથી ઘરે એકલી ભૂમિકા જ હતી આથી કોઇ અગમ્ય કારણોસર ભૂમિકાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ વાતની જાણ થતા તેના દાદી સીટીમાંથી ઘેર આવ્યો અને આ બનાવની જાણ ૧૦૮ ને કરીને સીટી પોલીસ સ્ટેશન વાંકાનેરના પોલીસને કરતા ઘટના સ્થળે પોલીસ આવી ધોરણસરના કાગળો કરી પી. એમ. માટે વાંકાનેર હોસ્પિટલ સરકારીએ લઇ ગયેલ. આ વાતની જાણ રાજકોટ જંગલેશ્વરમાં રહેતી ભૂમિકાની માતાને તેના ભાઇને કરતા તેઓ તેના પરિવાર સાથે રાજકોટથી વાંકાનેર આવેલ આપઘાત કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
