વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક યુવાનને બાઈક અકસ્માતમાં ઇજા થઇ છે….
જાણવા મળ્યા મુજબ ચિત્રાખડા ગામે વાડી વિસ્તારમાં રહેતા વિજય પન્નાભાઈ ડાભી નામનો ૪૫ વર્ષનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી પડી જતા ઇજા થતા તેને સારવારમાં મોરબી લઇ જવાયો હતો. તેઓ બે ભાઈ છે અને ખેતી કામ કરતા હોવાનું જાણવા મળેલ છે…