વાંકાનેર: ચિત્રાખડા ગામના એકના એક પુત્રનું નદીના પાણીમાં ડૂબી જવાની કરૂણ ઘટના બની છે
જાણવા મળ્યા મુજબ વાંકાનેરનાં ચિત્રાખડા ગામે રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ ડાભીએ જાહેર કર્યુ કે, 27 વર્ષના કિશનભાઇ ખીમાભાઇ ડાભીનું મૂળીના રાણીપાટમાં નદીનાં પાણીમાં ડુબી જતા મોત નિપજયુ છે. મરણ જનાર પોતાના માં-બાપનો એકનો એક પુત્ર હતો, કિશનભાઇને 5 વર્ષનો એક પુત્ર અને દોઢેક
વર્ષની એક પુત્રી છે. તેઓ બીજાની જમીન ભાગમાં રાખી મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ચિત્રાખડાથી થાન તાલુકાના રાણીપાટ ગામે જવા સિંગલ પટ્ટી રોડ છે. આ ઘટનાથી આપ્તજનોમાં ગમની લાગણી ફેલાઈ છે.