બાવીસ વર્ષના દિકરાનું એક મહિના પહેલા જ બિમારીથી મૃત્યુ થયું હતું
વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીના વતની અને હાલ કાગદડી ગામે માધવ હોટલ પાછળ વાડી વિસ્તારમાં ઝૂપડા બાંધીને રહેતાં વૃધે પોતાના દિકરાનું બિમારીથી મૃત્યુ થયું હતું. આ દિકરાના વિયોગમાં અને પોતાને કેન્સરની અસર થઇ હોઇ તેના કારણે કંટાળીને તેમણે આ પગલુ ભરી લીધુ હતું.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોટડાનાયાણીના વતની અને હાલ કાગદડી ગામે માધવ હોટલ પાછળ વાડી વિસ્તારમાં ઝૂપડા બાંધીને રહેતાં અમરશીભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે ૨૧મી તારીખે ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં તેમનું મોડી રાતે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનારા અમરશીભાઈ ત્રણ ભાઇમાં મોટા હતાં અને છુટક ફુટનો ધંધો કરતાં હતાં. સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. સગાએ કહ્યું હતું કે અમરશીભાઇના એક બાવીસ વર્ષના દિકરા વાલાભાઇનું એક મહિના પહેલા જ બિમારીથી મૃત્યુ થયું હતું. આ દિકરાના વિયોગમાં અને પોતાને કેન્સરની અસર થઇ હોઇ તેના કારણે કંટાળીને તેમણે આ પગલુ ભરી લીધુ હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી…
