જડેશ્વર પાસે રિક્ષા ગોથું ખાઇ ગઈ
પંચાસિયા પાસે અકસ્માતમાં દંપતીને ઈજા
સિંધાવદર પાસે ઝેરી દવા પી લેતા સારવારમાં
સરતાનપર અને ભીમગુડાના શખ્સો આંકડા લેતા
વાંકાનેર: તાલુકાના જડેશ્વર નજીક અચાનક રોડ પર ખૂંટીયો દોડીને આવતાં રોડ પરથી પસાર થઈ રહેલી રિક્ષા સાથે અથડાતાં રિક્ષા ગોથું ખાઇ જતાં અંદર બેઠેલી બાળા સહિત ચારને ઇજાઓ થઇ હતી. જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી ગામે રહેતી સેજલ કરણભાઇ સિતાપરા (ઉ.વ.૧૬) અને તેના પરિવારના બીજા છ-એક જણા કારખાને કામ કરવા માટે મામા ભરતભાઇ મકવાણાની રિક્ષામાં જતાં હતાં ત્યારે જડેશ્વર પાસે તેની રિક્ષા સાથે ખૂંટીયો અથડાઇ જતાં રિક્ષા ગોથુ મારી જતાં સેજલ સહિત ચારને ઇજા થતાં પ્રાથમિક સારવાર લીધી હતી. સેજલને વધુ ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
પંચાસિયા પાસે અકસ્માતમાં દંપતીને ઈજા
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ પાસેથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અદેપર ગામે રહેતા સુખદેવભાઈ વીરજીભાઈ સુરેલા (ઉ.35) અને દિવ્યાબેન સુખદેવભાઈ સુરેલા (ઉ.35) એક બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા બંનેને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માતના બનાવમાં દિવ્યાબેનને વધુ ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિંધાવદર પાસે ઝેરી દવા પી લેતા સારવારમાં
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક ટંકારા તાલુકાના ખીજડીયા ગામે રહેતા મનુભાઈ રમેશભાઈ અજનાર (ઉ.27) નામના યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
સરતાનપર અને ભીમગુડાના શખ્સો આંકડા લેતા:
વાંકાનેર તાલુકામાં પોલીસે વરલી જુગારના આંકડા લેતા સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસે વીહત હોટલની સામેના ભાગમાંથી મેલાભાઈ ધીરુભાઈ રાઠોડ (22) રહે સરતાનપર વાળો 1200 રૂપિયાની રોકડ સાથે વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો. આવી જ રીતે ઢુવા નેશનલ હાઇવે રોડ ઉપર એકે હોટલ પાસેથી મશરૂભાઈ કુકાભાઈ સારલા (ઉ.46) રહે. ભીમગુડા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 1350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી…
