કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોઠારીયા કુમાર શાળાના આચાર્યને વિદાયમાન અપાયું

આચાર્યે 11,111 રૂપિયાનું શાળાને અનુદાન આપ્યું

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં છેલ્લા 28 વર્ષથી પોતાની શિક્ષણની સુવાસ ફેલાવતા આચાર્ય હિમાંશુભાઈ જેતપરિયાની બદલી થતાં વિદાયમાં કાર્યક્રમ યોજાયો હતો. કોઠારીયા ગામની બે પેઢીને શિક્ષિત કરી ઉચ્ચ કારકિર્દી સુધી પહોંચાડનાર શિક્ષક દંપતિ હિમાંશુભાઈ જેતપરિયા અને દર્શનાબેન સરડવાને કોઠારીયા કુમાર શાળા, કોઠારીયા કન્યા શાળા તથા નવા કોઠારીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વિદાય સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાના પૂર્વ શિક્ષક દયારામ તથા ઝાલાભાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કુમાર શાળાના આચાર્ય કિશોરભાઈ રોહડીયા, કન્યા શાળાના આચાર્ય રમેશભાઈ પડસુંબીયા, નવા કોઠારીયા પ્રાથમિક શાળાના આચાર્ય અનિમેષભાઈ દુબરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ સરપંચ આંબાભાઈ કોબિયા, ઉપસરપંચ ફારૂકભાઈ કડીવાર, જિલ્લા સંઘના પ્રતિનિધિ દેવરાજભાઈ આલ, વાંકાનેર તાલુકા શાળા નંબર-2 ના આચાર્ય બાબુલાલ તથા પારેખભાઇ તથા એસએમસીના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાળકો અને શિક્ષકોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તકે હિમાંશુભાઇ દ્વારા 11,111 નું શાળાને અનુદાન આપેલ હતું….

Content Copying Forbidden !!

error: Content is protected !!