વાંકાનેર: મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે બોલેરો ગાડીના ચાલકે બે વ્યક્તિઓને હડફેટે લીધા હતા…
જેથી કરીને જાદવજીભાઈ પોપટભાઈ ઉભડિયા (૬૫) રહે જડેશ્વર કોઠારીયા વાંકાનેર અને કમલસિંગ રઘુવરદયાલ ભીલચંદવા (૪૩) રહે માર્કેટયાર્ડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી
જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તે બંનેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી….