વાંકાનેર તાલુકામાં આવેલા કોઠારીયા ગામે રહેતા રસિકબા પ્રવીણસિંહ ઝાલા નામના ૪૦ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રસિકબા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા. ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામેલ હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવાયા છે, જે બાબતે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે બનાવની નોંધ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.