મૃતકને અન્નનળીની બીમારી હતી
વાંકાનેર રેલ્વે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવારે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક અજાણ્યા 30 વર્ષીય ઉંમરના પુરુષે કોઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ઓખા-બનારસ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો,
જે યુવાન વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામનો કોળી યુવાન હોવાનું જાણવા મળ્યું છે…
જેનું નામ કેતન બાબુભાઇ કોબીયા હોવાનું સામે આવ્યું છે. માહિતી મળી છે કે મૃતકની અન્નનળીની સુકાઈ ગઈ હતી અને તે અન્નનળી
મારફત ખોરાક લઇ શકતો નહો, બાયપાસથી મુકેલી પ્લાસ્ટિકની અન્નનળીથી દૂધ, જ્યુસ જેવા પ્રવાહી ખોરાક પર છેલ્લા એક વર્ષથી હતો
મરણ જનાર બે ભાઈઓમાં નાનો અને અપરણિત હતો, મોટો ભાઈ કારખાનામાં કામે જાય છે. ઓળખ મળતા રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલાએ આગળની કાર્યવાહી કરેલ હતી…