વાંકાનેર : ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ વાંકાનેરના ક્રિશા કૌશિકભાઈ ઉભડિયાએ 32 કિલો વજન (કેટેગરી)માં ભાગ લીધો હતો. જેમાં 




તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. ત્યારે હવે ક્રિશા ઉભડિયા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ક્રિશાની આ સિદ્ધિ બદલ વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ વાંકાનેરના સભ્યોએ ક્રિશાબેન કૌશિકભાઈ ઉભડિયાની રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ આગળ વધતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા….
